Ticker

6/recent/ticker-posts

Gujarati eBooks

 Gujarati eBooks

Shailesh Sagpariya's message :

શહેરમાાં રહીને અભ્યાસ કરતી પોતાની લાડકવાયી દીકરી પ્રત્યેની લાગણીને વાચા આપતો એક પપતાનો આ પત્ર દરેક દીકરી સુધી પહોંચાડવા ખાસ પવનાંતી છે.
મારી લાડકી દીકરી,
બેટા, તને ભણવા માટે શહેરમાાં મૂકી પણ તારી ગેરહાજરીથી આખુાં ઘર મને ખાલી-ખાલી લાગે છે. આ ખાલીપો મને માંજૂર છે કારણ કે મારી લાડકડીને મારે ઊંચા પદ પર જોવી છે. તારી બાએ જે તકલીફો સહન કરી છે એ તારે ન કરવી પડે એટલે તને ભણવા માટે શહેરમાાં મૂકી છે. બેટા, અમદાવાદની કાર દુઘઘટના બાદ શહેરમાાં રહીને ભણતી છોકરીઓ પવષે જાત-જાતની વાતો સાાંભળીને અને છાપાઓમાાં વાાંચીને કેટલાય દદવસથી અંતર વલોવાતુાં હતુાં; એટલે આજે તને કાગળ લખવા બેઠો છાં.
મારી ઇચ્છા હતી કે, હુાં તને ગર્લસઘ હોસ્ટેલમાાં જ રાખુાં, જેથી તુાં સમુહજીવનના પાઠ ભણી શકે. સાચુાં કહુાં તો તારી બાની હોસ્ટેલમાાં દાખલ કરવાની ઇચ્છા અને આગ્રહ બન્ને હતા, કારણ કે એક મા તરીકે એને તારી કેટલીક ચચિંતાઓ હતી. આમ છતાાં તારી ઇચ્છા મુજબ મેં તને હોસ્ટેલમાાં રહેવાના બદલે રુમ રાખીને રહેવા માટેની છૂટ આપી કારણ કે, મને મારી લાડકી દીકરી પર પૂરો પવશ્વાસ છે.
બેટા, છાપામાાં એક સમાચાર વાાંચ્યા કે ગામડામાાંથી શહેરમાાં આવતા છોકરા-છોકરીઓ ભણવાના બદલે બાગ-બગીચામાાં રખડયા કરે છે અને મોડી રાત સુધી હોટલોમાાં પાટી કરે છે. ભણવામાાં ઓછાં અને મોજમજામાાં વધુ ધ્યાન આપે છે. આવા બધા સમાચારો વાાંચ્યા પછી પણ મારા પેટનુાં પાણી હલતુાં નથી કારણ કે, મને મારી લાડકી દીકરી પર પૂરો પવશ્વાસ છે.
કેટલાક લોકો એવી વાતો કરતા હોય છે કે ગામડામાાંથી શહેરમાાં આવેલી છોકરીઓ વૈભવી જીવન જીવવા માટે ન કરવાના કામો પણ કરે છે. બેટા, ગામડામાાં આપણે ભલે સાવ નાના મકાનમાાં રહેલા હોઇએ, પણ આબરુ બહુ મોટી છે. સારા સારા કપડાાં, મોબાઇલ, બાઇક કે કારમાાં ફરવા માટે સાંસ્કારો સાથે સમજૂતી કરી લેતી છોકરીઓની વાતો સાાંભળીને પણ મને કાંઇ જ થતુાં નથી; કારણ કે મને મારી લાડકી દીકરી પર પૂરો પવશ્વાસ છે.
હમણા એક ભાઈ વાત કરતા હતા કે, ‘હુાં એક હોટલમાાં રોકાયો હતો. મેં ત્યાાં સગી આંખે જોયુાં કે એક કલાકમાાં 7 છોકરા છોકરીની જોડી હોટેલમાાં આવી અને રીશેપ્શન પરથી એને આસાનીથી રુમ પણ મળી ગયો. આ બધા જ છોકરા-છોકરીઓ કોલેજમાાં ભણનારા હતા. છોકરીઓ મોઢુાં ન દેખાય જાય એટલે મોઢા પર ચૂાંદડી બાાંધીને આવતી હતી.’ મેં આ વાત તારી બાને કરી તો એ ઢીલી થઇ ગઇ પણ મને કાાંઇ ના થયુાં કારણ કે મને મારી લાડકી પર પુરો પવશ્વાસ છે.
થોડા દદવસ પહેલા ટીવીમાાં એક સમાચાર આવતા હતા કે, આજકાલ પવદ્યાથીઓ લાઇબ્રેરીમાાં દેખાય છે, એના કરતા કાફેમાાં વધુ દેખાય છે. કોઇને કોઇ બહાનાથી વારાંવાર જાત-જાતની અને ભાત-ભાતની પાટીઓ થાય છે અને ઘણીવખત તો મોડી રાત સુધી આવી પાટી ચાર્લયા કરે છે. ટીવીમાાં તો એવુાં પણ બતાવતા હતા કે, છોકરાઓની સાથે સાથે છોકરીઓ પણ પસગારેટ પીવા લાગી છે. તારો મોટોભાઇ મને કહે, “પપ્પા, બહેન તો ભણવામાાં ધ્યાન આપતી હશે ને?” મેં કહ્ુાં, “આપણે દદવસ-રાત કેવી કાળી મજૂરી કરીને એને ભણાવીએ છીએ, એ તારી બહેન સારી રીતે જાણે છે.” ટીવીના આ સમાચાર પછી ઘણા મા-બાપ પવચારે ચડયા હશે; પણ મને કાંઇ ના થયુાં કારણ કે, મને મારી લાડકી દીકરી પર પૂરો પવશ્વાસ છે.
હજુ ગઇકાલે જ તારી બા મને કહેતી હતી કે, “આપણી શેરીમાાં રહેલી પેલી છોકરી શહેરમાાં ભણીને આવી છે. ડીગ્રી તો મળી ગઇ પણ ભણવાને બદલે હરવા-ફરવામાાં રહી એટલે જ્ઞાનના અભાવે હવે નોકરી મળતી નથી. હવે એના લગ્નની
વાત ચાલે છે પણ એને તો શહેરમાાં જે જીવન જોયુાં અને જીવયુાં એવો જ છોકરો જોઇએ છે. પણ લાયકાત અને હેપસયત વગર એવો છોકરો તો ક્ાાંથી મળે ? એટલે એના મા-બાપને બહુ ચચિંતા થાય છે.” તારી બાને પણ કદાચ તારી બાબતમાાં આ જ ચચિંતા હશે એવુાં લાગ્યુાં; પણ મને કોઇ જ ચચિંતા નથી કારણ કે મને મારી લાડકી દીકરી પર પૂરો પવશ્વાસ છે.
બેટા, આપણા ગામમાાં શાકભાજી વેંચતા પેલા પશાકાકાને તુાં ઓળખે છે ને ? એની દીકરીને પશાએ પેટે પાટા બાાંધીને ભણવા માટે મોટા શહેરમાાં મોકલેલી. ગયા અઠવાડીએ એ છોકરીએ બીજા કોઇ રખડુાં છોકરા સાથે લગ્ન કરી લીધા. પશાને ચબચારાને જાણ પણ ના કરી. આ તો છાપામાાં બાંનેના ફોટા આવયા ત્યારે ખબર પડી. પશો રોઇ રોઇને અડધો થઇ ગયો. આ વાત સાાંભળી ત્યારે મને એક સેકન્ડ માટે તારો ચહેરો દેખાયો પણ પછી તરત જ મનમાાંથી પવચાર કાઢી નાાંખ્યો કારણ કે મને મારી લાડકી દીકરી પર પૂરો પવશ્વાસ છે.
બેટા, કાગળ થોડો લાાંબો લખ્યો છે, એટલે તને વાાંચવામાાં તકલીફ પડી હશે, એ માટે મને માફ કરજે. બેટા, તને હાથ જોડીને એક જ પવનાંતી કરુ છાં કે, તને આપેલી સ્વતાંત્રતા, સ્વચ્છાંદતા ન બની જાય એ જોજે. મારી અને આપણા પદરવારની આબરુ તારા હાથમાાં છે, એનુાં ધ્યાન રાખજે. હુાં હાંમેશા તારી સાથે જ છાં અને તારી સાથે જ રહીશ. પણ બેટા, મારો પવશ્વાસ તૂટવા નહીં દેતી. એવુાં કાંઇ ન કરતી કે, બીજા કોઇ મા-બાપ એની દીકરીને ભણવા માટે શહેરમાાં મોકલવાનુાં માાંડી વાળે. બેટા, પદરવારની આબરુની સાથે સાથે ગામડાની અસાંખ્ય હોપશયાર દીકરીઓનુાં ભપવષ્ય પણ તારા હાથમાાં છે એ યાદ રાખજે.
લી. સપનામાાં પણ તારા જ સુખનો પવચાર કરતો
તારો પપતા.
*આલેખન - શૈલેષ સગપરીયા*